Total Pageviews

Saturday 19 April 2014

આજના વાલીનો પુત્રપ્રેમ

આજના વાલીનો પુત્રપ્રેમ


અલ્યા, ભણ નહિ તો રહી જઈશ
દુનિયા જીવશે પણ તું મરી જઈશ
વસંત આવે કે વરસાદ આવે, બારી બહાર નહીં જોવાનું
કોયલ બોલે કે પતંગિયું ઉડે, તારે એ નહીં જોવાનું
વગર પાણીએ ડૂબી જઈશ
ભણ નહિ તો રહી જઈશ
લગન હોય કે ભજન હોય તારે તો લેસન જ કરવાનું
રિશેસ હોય કે રજા હોય ગમેતેમ નહીં ફરવાનું
મોટો થઈને પછી શું ખઈશ
ભણ નહિ તો રહી જઈશ
ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહીં
ઊપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં
નામ, રામનુંય ના લઈશ
ભણ નહિ તો રહી જઈશ.

No comments:

Post a Comment