Total Pageviews

5581

Saturday, 19 April 2014

વાત વાતમાં મમ્મી આજે… – શ્રમ વિલેશ કડીયા

વાત વાતમાં મમ્મી આજે… – શ્રમ વિલેશ કડીયા

વાત વાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ,
કાયમ તું તો નન્નો ભણતી ચઢતી મુજને રીસ…વાત વાતમાં મમ્મી આજે…
…….. બેસું જો હું તકિયા ઉપર, કહેતી તકિયો પડશે,
…….. લખવા માટે પેન લઉં તો, કહેતી પપ્પા લડશે….
શીખવી મારે A,B, C, C ક્યારે હું શીખીશ ?
કાયમ તું તો નન્નો ભણતી, ચઢતી મુજને રીસ…. વાત વાતમાં મમ્મી આજે…
……..હોડી હોડી રમવા માટે જેવું છાપું લીધું,
…….. લીધું એવું મમ્મી તેં તો લેશન કરવા કીધું…
આજે મુજને રમવા દો, મા, કાલે હું લખીશ,
કાયમ તું તો નન્નો ભણતી, ચઢતી મુજને રીસ… વાત વાતમાં મમ્મી આજે…
……..ઘડિયો મોઢે કરવા માટે જેવો હું તો બેઠો,
…….. બેબી ઊઠશે એમ કહીને અટકાવે છે તું તો…
રમું, લખું કે વાંચું, તોયે કરતી ચીસાચીસ,
કાયમ તું તો નન્નો ભણતી ચઢતી મુજને રીસ… વાત વાતમાં મમ્મી આજે…

No comments:

Post a Comment